ભરૂચ નર્મદા બે જિલ્લાની બોર્ડર ગણાતા ઉમરવા ગામ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ઉમરવા ગામની સીમમાં એક મહિલાને માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલ હોય એવો મૃતદેહ મળી આવ્યો હતો. અમલેથા પોલીસ સાથે આ કેસની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નર્મદા LCB જે.બી. ખાંભલા તથા તેમની ટીમ કામે લાગતા હત્યા કરનાર આરોપીની શોધખોળ માટે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરવામાં આવી હતી.
તે દરમિયાન બાતમીદાર તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતાં દરમિયાન માહિતી મળેલી કે, બનાવવાળી જગ્યાએથી બાજુના ખેતરમાં મજુર તરીકે રહેતો શનુભાઇ ભયજીભાઇ વસાવાનાએ આ ખુન કરેલી હોવાની શક્યતા હોવાથી આ શકદારને ગુના બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતા સદર આધેડ મહિલાનું ખુન તેણે કરેલ હોવાની કબુલાત કરી હતી. અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કેસને ડિટેકટ કરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝારોઇ ગામના આરોપી શનુભાઇ ભયજીભાઇ વસાવાની ધરપકડ કરી આમલેથા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી આમલેથા પોલીસ કરી રહી છે.
અત્રે ઉલખનિય છે કે, આ અનડીટેક્ટ મર્ડરના કામે પકડાયેલ આરોપી-શનુભાઇ ભયજીભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, બકરાચારતી આ વૃદ્ધ મહિલા શેરડી આ ખેતરમાં બકરા ઘુસાડતી હોય જે બાબતે ઝઘડો થયો અને વૃદ્ધા આ શનુને લાકડી વડે મારવા જતા ગુસ્સો આવી જતા ધારીયા વડે હુમલો કરી ધારિયુ નાખી ભાગી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.