કામગીરી:રાજપીપળાની આસપાસ આવેલા ગામોનો પાલિકામાં સમાવેશ થશે

રાજપીપળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી વિનોદ મોરડીયાએ ટીપી સ્કીમના અમલની સૂચના આપી

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાની અધ્યક્ષતા અને પ્રાદેશિક કમિશનર- સુરતના અરવિંદ વિજયનની ઉપસ્થિતિમા રાજપીપલા સરકીટ હાઉસના સભાખંડ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની મળી 5 નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચીફ ઓફિસરો તેમજ અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ સરકારની વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

મંત્રી વિનોદ મોરડીયાએ વધુમાં ટાઉન પ્લાનીંગની યોજનાઓ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વર શહેર ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વ ફલક ઉપર પોતાની નામના ધરાવે છે ત્યારે આ બન્ને શહેરોમાં TP નો વ્યાપ વધારવામાં આવે અને નગરપાલિકાના વિસ્તારનું વર્ગ વિસ્તરણ કરી નવા ગામોને પણ પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી લોકસુખાકારીમાં વધારો કરવા અને શહેરના વિકાસને વધુ વેગવંતો બનાવી બન્ને જિલ્લાની બાકીની નગરપાલિકાઓ પણ પોતાના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગની સ્કીમ લાગુ કરી લોકસુખાકારીમાં વધારો કરવા માટે પ્રયાસો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ તબક્કે નલ સે જલની સુવિધા અંગે ચર્ચા સાથે પાણીના સ્રોતને બચાવવા માટે ખાનગી સોર્સથી પાણીનો વપરાશ કરતા લોકોને પણ નલ સે જલ યોજના અંતર્ગત સમાવેશ કરવા જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...