એક-એક કદમમાં દેશભક્તિની ભાવના:તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, નોંધપોથીમાં પોતાના પ્રતિભાવ જણાવ્યાં

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે. આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથી.- ડો.એમ.માથીવેન્થન, પ્રવાસન મંત્રી તમિલનાડુ

આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથીઃ ડો.એમ.માથીવેન્થને
તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડો.એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે, આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથી તેમ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું. ડો.એમ. માથીવેન્થને 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ એકઝીબીશનમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી. ડો.એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં પોતાના પ્રતિભાવ જણાવ્યાં હતાં. પ્રથમવાર મુલાકાત કરી અને અનુભવ ઘણો જ સુખદ રહ્યો, સરદાર સાહેબે પોતાનું જીવન આઝાદી અપાવવામાં ખપાવી દીધુ અને દેશને એકજુટ કરવા માટે ખુબ જ ઉમદા પ્રયાસો કર્યા હતાં અને તેનું આબેહુબ વર્ણન પ્રદર્શનમાં કરવામાં આવ્યુ છે. આવનાર પેઢી માટે સરદાર સાહેબના જીવન અને તેમના કાર્યો વિશે સમજાવવુ ઘણુ જ અગત્યનું છે.

અન્ય સમાચારો પણ છે...