• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Surface Of The Karjan Dam Increased Due To Heavy Rainfall Upstream Of The Karjan Dam; Only 1 Meter Away From Surface Rule Level

ડેમની સપાટીમાં વધારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો; સપાટી રૂલ લેવલથી માત્ર 1 મીટર દૂર

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ ડેમ વિસ્તારમાં 20mm, ઘાંટોલી માં 45mm અને ફૂલવાડી વિસ્તારમાં 30mm વરસાદ પડ્યો : કરજણ ડેમની સપાટી 103.35 મીટરે પહોંચી

નર્મદા ડેમ જેમ ગુજરાતની જીવાદોરી છે, તેમ કરજણ નદી પરનો કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ ડેમ નાંદોદ તાલુકા સાથે ઝગડીયા અને નેત્રંગ તાલુકાની હજારો હેક્ટર જમીનોને સિંચાઇનું પાણી પૂરું પાડે ત્યારે આ કરજણ ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. અને છેલ્લા બે ત્રણ દિવસ થી જે સતત વરસાદ પડી રહ્યો છે એ વરસાદ થી જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ આજની તારીખમાં નર્મદા ડેમનું રૂલ લેવલ 104.35 મીટર છે, જ્યારે હાલ કરજણ ડેમની સપાટી 103.35 મીટરે પહોંચી ગઈ છે એટલે રૂલ લેવલથી 1 મીટર દૂર છે.

કરજણ ડેમમાં 235.54 મીટર લાઇવ પાણીનો જથ્થો સંગ્રહિત
કરજણ ડેમના ઉપરવાસમાં ગતરોજ 20mm વરસાદ પડ્યો, જયારે ઉપરવાસ વિસ્તારમાં આવેલ ઘાંટોલી માં 45mm અને ફૂલવાડી વિસ્તારમાં 30mm વરસાદ પડ્યો. જેને કારણે કરજણ ડેમના સરોવરમાં 9,579 ક્યુસેક પાણીની આવક થઇ હતી. આ અવાક સામે હાઈડ્રોપાવરના 2 ટર્બાઇન ચલાવવા આવી રહ્યા છે. જેમાં 429 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે, એટલે કરજણ ડેમના સરોવરમાં 9,150 ક્યુસેક પાણીનો સંગ્રહ થઇ રહ્યો છે. એટલે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ કરજણ ડેમમાં 235.54 મીટર લાઇવ પાણીનો જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમની સપાટી 103.35 મીટરે પહોંચી કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે. એટલે જ્યા સુધી પહોંચવામાં હજુ 11 મીટર જેટલો ડેમ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...