પાણીની આવક:નર્મદા ડેમની સપાટી 115.88 મીટરે પહોંચી 12 કલાકમાં સપાટીમાં 2.17 મીટરનો વધારો

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 1,12,286 ક્યુસેક પાણીની આવક થતાં જળ સ્તરમાં વધારો

નર્મદા જિલ્લામાં બારેમેઘ ખાગા જેવા હાલ થયા છે મેઘમહેર હવે જિલ્લાવાસીઓ માટે કહેર સમાન બની રહી છે. ઉપરવાસમાંથી પણ 1,12,286 ક્યુસેક પાણીની આવકના પગલે એક જ દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી બે મીટર વધી હાલ 115.88 મીટરે સ્પર્શી ગઈ છે. નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદ છેલ્લા 30 કલાક ઉપરાંતથી કહેર વરસાવી રહ્યો છે. જિલ્લાના દેડિયાપાડા, તિલકવાડા, સાગબારા અને નાંદોદ 5 તાલુકામાં 6 થી 8 ઇંચ ઉપરાંત વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર કરી દીધું છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદના કારણે સરદાર સરોવરમાં હાલ 1, 12,286 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે જાવક માત્ર 3316 ક્યુસેક હોય ડેમની સપાટી ધીમે ધીમે વધી હાલ 115.88 મીટરે આંબી છે.ડેમના કેનાલ હેડ પાવર હાઉસના 5 ટર્બાઇન પૈકી પેહલા 3 કાર્યરત હતા. જેના બદલે હાલ એક જ ચાલુ હોય વીજ ઉત્પાદન કરી 2691 ક્યુસેક પાણી ખર્ચ કરી રહ્યું છે. જેના કારણે મુખ્ય કેનાલમાં 2503 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે.બીજી તરફ રીવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન હાલ બંધ છે. જ્યારે નદીમાં ગોડબોલે ગેટમાંથી 625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...