પાણીની આવક:નર્મદા ડેમની સપાટી 10 કલાકમાં 14 સેમી વધી, સરદાર સરોવરમાં નવા પાણીનો થઇ રહેલો આવરો

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં હાલમાં ભારે વરસાદ નથી પરંતુ નર્મદા ડેમની આજુ બાજુના જે નજીકના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં 14 સેન્ટિમીટર જેટલી વધવા પામી છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વહેલી સવારે આજે 114.42 મીટર હતી આજે બપોર બાદ 114.56 મીટરે પહોંચી છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેનાલમાં હાલમાં પાણીની જરૂરિયાત હવે ઓછી થઈ જતાં નર્મદા મુખ્ય કેનાલમાંથી હવે માત્ર 4205 ક્યુસેક જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત હાલમાં નર્મદા ડેમની જળ સપાટી હજુ 115 મી ની આજુબાજુ છે. જેના કારણે 1200 મેગાવોટ રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ હાલમાં બંધ રાખવામાં આવ્યા છે. સરદાર સરોવરમાં અત્યારે પાણીનું કુલ જથ્થો 435.27 27 મિલિયન ક્યુબિક મીટર છે નર્મદા ડેમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 10 મીમી જેટલો વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...