• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Road Leading From Taliaamba To Sagbar Was Washed Away In The Rain; People Of More Than 15 Villages Are Affected, Students Are Going To School With Great Difficulty

કેસે સ્કૂલ જાય હમ!:સાગબરના ટેલિયાઆંબાથી ખોપી જતો રસ્તો વરસાદમાં ધોવાયો; 15થી વધુ ગામના લોકોને હાલાકી, વિદ્યાર્થીઓ મહામુસીબતે સ્કૂલમાં જઈ રહ્યા છે

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા

સાગબારાના ટેલિયા આંબાથી ખોપી જતો રસ્તો અને વચ્ચે મોટી નદી પર નાનો પૂલ બાંધેલો છે. જે હાલ ભારે વરસાદના કારણે એકદમ ખરાબ થઈ ગયો છે. જેનાથી આજુ બાજુના 15થી વધુ ગામોના લોકોને અવાર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ખોપી ગામની સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ કેટલાક ઉઘડપગે પણ સ્કૂલમાં આવતા હોય મુશ્કેલી ખૂબ વધી રહી છે. આ રસ્તો વહેલી તકે રીપેર થાય એવી માંગ ઉઠી છે.

નર્મદા જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો, જેમાં આ ટેલિયાઆંબાથી ખોપી જતો માર્ગ આખો ધોવાઈ ગયો છે. જેને રીપેર કરવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી જે તૂટેલો પુલ છે. તેમાં માટી મેટલ નાખી રિપેર કરી દેવામાં આવે છે. જે નદી આવતાંજ ફરીથી ધોવાઇ જાય છે.

ખોંપી ગામમાં 1 થી 8 ની અને 9 થી 12 ની શાળા આવેલી છે. જેમાં આજુ બાજુના ટેલિ આંબા, ખોપી, મોવી, મકરાણ, રોઝદેવ નાલ 10 થી 15 ગામોના બાળકો આ શાળામાં જીવના જોખમે નદી પર આવેલા તૂટેલા પુલ પરથી શાળામાં જાય છે. 2 વર્ષ પહેલાં પુલ બનાવ્યો હતો એ એકદમ નાનો હતો. જેથી ભારે વરસાદના પગલે તૂટી ગયો અને જે બચી ગયેલો પુલના ઉપરથી પાણી ભરાયને જાય છે. સરકારે ત્યાં ખાસ બાળકોને ધ્યાનમાં લઈ ઉંચા પુલ બનાવવા જોઈએ તેવી સ્થાનિક લોકોની પણ એજ માંગ છે. પુલ બને તો ઉંચો અને મોટો બનાવો જોઈએ. આવી પરસ્થિતિમાં પણ ત્યાંના બાળકો જીવન જોખમે ભણવા જાય છે. તો પણ તંત્ર ઊંઘમાં જ છે અને જાણે કોઈ મોટી જાન હાનીની રાહ જોય બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...