અવરજવરમાં મુશ્કેલી:સાગબારાથી મોટી દેવરૂપણ ગામનો માર્ગ પાણીમાં ગરકાવ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી દેવરૂપણ ગામ જતાં માર્ગ ઉપર હજી ઉકાઇ જળાશયના પાણી ભરાયેલાં જોવા મળી રહ્યાં છે. - Divya Bhaskar
મોટી દેવરૂપણ ગામ જતાં માર્ગ ઉપર હજી ઉકાઇ જળાશયના પાણી ભરાયેલાં જોવા મળી રહ્યાં છે.
  • ઉકાઇ જળાશયના પાણી ઓસર્યા નહિ હોવાથી અવરજવરમાં મુશ્કેલી

નર્મદા જિલ્લાના સાગબારાથી દેવરૂપણ ગામને જોડતા માર્ગ પર ઉકાઇ જળાશયના પાણી વહી રહયાં હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.ચોમાસામાં ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાં નદી-નાળા છલકાઇ ઉઠયાં હતાં પણ ચોમાસું પુરૂ થઇ ગયું હોવા છતાં સાગબારથી મોટી દેવરૂપણ ગામનો રસ્તો હજી પાણીમાં ગરકાવ છે. માર્ગ પરથી ઉકાઇ જળાશયના પાણી હજી વહી રહયાં છે. પ્રતિવર્ષ આ સમસ્યા ઉભી થતી હોવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી. પાણીનો ભરાવો રોકવા માટે તંત્ર તરફથી કોઇ નકકર આયોજન કરાયું ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.

ગામમાં અવરજવર માટેનો આ એકમાત્ર રસ્તો હોવાથી લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. ચોમાસું પુરૂ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજી ઉકાઇ જળાશયના પાણી ઓસર્યા નથી. હજી પણ રસ્તા ઉપર પાણી જોવા મળી રહયું છે. જેના કારણે વાહનો આવી શકતાં નથી. ગામલોકો તથા વિદ્યાર્થીઓને રોજ 7 કીમીની પદયાત્રા કરવાની ફરજ પડી રહી છે.

એક તરફ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ આજે પણ સાગબારા તાલુકાના કેટલાક એવા ગામો પણ છે જયાં એસટી બસ સહિત રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. મોટી દેવરૂપણ ગામનો રસ્તો દર ચોમાસામાં બંધ થઇ જતો હોવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતા નહિ હોવાથી ગામલોકોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...