અતિવૃષ્ટિ:ચિકદામાં પાણીમાં ફસાયેલા વૃદ્ધને ખાટલામાં બેસાડી બહાર લવાયાં

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડા અને સાગબારામાં અતિવૃષ્ટિથી લોકોની દયનીય હાલત

નર્મદા જિલ્લામાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને અનેક વિસ્તારની અંદર વરસાદ પડવાના કારણે મુસીબતોનો લોકોએ સામનો કરવો પડ્યો હતો. ચીકદામાં પુરના પાણીમાં ફસાઇ ગયેલા વૃદ્ધને લોકોએ ખાટલામાં બેસાડી સલામત સ્થળે ખસેડ્યાં હતા.

એક ગામ છે ચીકદા ગામની અંદર એક વીડિયો પણ વાયરલ થયો હતો કે એક વડીલ હતા એ વડીલને ઘરમાં માટે વરસાદી પાણીની વચ્ચે ખાટલા પર બેસાડીને લાવવાના હતા આવી અપાર મુશ્કેલીઓ લોકોને પડી હતી.

કારણ કે આ વિસ્તારની અંદર એક દિવસે 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો હતો. વરસાદ પડી રહ્યો છે ત્યારે જંગલ વિસ્તારનો રાજપીપળાથી મુવી ચોકડી, ડેડીયાપાડા, સાગબારામાં રસ્તાઓ પર પણ અનેક સ્થળે ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે અનેક ગામો હજી પણ સંપર્ક વિહોણા છે.

અન્ય સમાચારો પણ છે...