યશસ્વી કારકિર્દીનો પ્રારંભ:નર્મદા જિલ્લાના નવનિયુક્ત નિવાસી અધિક કલેકટરે પોતાની કામગીરી સંભાળી

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટ તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં સી.એ.ગાંધીએ આજે તા.6 સપ્ટેમ્બર,2022ને મંગળવારના રોજ રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.

સને 2005માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ (GAS)માં સીધી પસંદગીથી જામનગર શહેરના મામલતદા તરીકે તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર સી.એ.ગાંધીએ 2012 સુધી જામનગરમાં મામલતદાર તરીકેની સેવાઓ બાદ નાયબ કલેકટના પદ પર બઢતી મેળવીને દ્વારકાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક પામ્યાં હતાં. ત્યારબાદ તેઓની અમદાવાદ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સેવાઓ આપી હતી.

ત્યારબાદ તેઓ 2014થી 2017માં રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સી.એ.ગાંધીએ 2017માં અધિક કલેકટર તરીકે બઢતી મેળવીને જામનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકેની સેવાઓ બાદ 2018માં અમદાવાદ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક પામતા તેઓએ 2022 સુધી આ પદ પર કુશળતાપૂર્વક જવાબદારીઓ સંભાળી હતી.

સી.એ.ગાંધીએ તેમની ઉક્ત સેવાકાળ દરમિયાન 2014 અને 2016માં રાજકોટના શ્રેષ્ઠ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની સેવાઓને બિરદાવી ગુજરાતના રાજ્યપાલના હસ્તે તેમને સન્માનિત કરાયાં હતાં. તદઉપરાંત કોરોનાકાળ દરમિયાન U.S.અને U.K.ની એમ્બેસીએ તેમના નાગરિકો માટે કરાયેલી ઇવેક્યુએશનની કામગીરી બદલ અમદાવાદ જિલ્લા કલેકટરની સાથે તેમને પણ પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...