નર્મદા LCB પોલીસની કાર્યવાહી:છેલ્લા ત્રણ વર્ષથી શરીર સંબંધી ગુનામાં નાસતા ફરતા શખ્સને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો

નર્મદા (રાજપીપળા)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજાનાર હોય જેથી ગુનાના કામે જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીની ચકાસણી કરી તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ વોચ તેમજ બાતમીદારોથી બાતમી હકીકત મેળવી ઝડપી પાડવાના તપાસમાં હતા.

તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી
​​​​​​​જે દરમિયાન બાતમીદારથી માહિતી મળી​​​​​​​ કે તિલકવાડા પોલીસ સ્ટેશનનાં શરીર સંબંધ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો શાહુદ્દીન મસવર ખાન દાયમા રહે. રેંગણ તા.તિલકવાડા જી.નર્મદા નાનો અંકલેશ્વર પાસે હોવાની જાણવા મળ્યું હતું. જે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને અંકલેશ્વર ખાતે તિલકવાડા પોસીલ સ્ટેશનના ગુનાના કામના નાસતા ફરતા શખ્સ અંકલેશ્વર ખાતેના માંડવા ચોકડી પાસેથી ઝડપી પાડી તિલકવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...