• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Level Of The River At Goldenbridge Rose To 21 Feet After Increasing The Release Of Water From The Narmada Dam To 5 Lakh Cusecs.

2 જિલ્લાના 40 ગામ એલર્ટ:નર્મદા ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારી 5 લાખ કયુસેક કરાતાં ગોલ્ડનબ્રિજે નદીની સપાટી 21 ફૂટ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાંથી 5 લાખ કયુસેક પાણી આવતાં નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલાયાં

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલાં પાણીનો આવરો વધ્યો હોવાથી નર્મદા ડેમના 23 ગેટમાંથી 5 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના મોટાભાગના ડેમ છલકાઇ જતાં સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયું છે.

બીજી તરફ સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાય ચુકયો છે. ડેમની હાલની સપાટી 134.58 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પાણીની માત્રા વધારી 5 લાખ કયુસેક કરી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટીમાં વધારો થઇ રહયો છે.

સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.11 લાખ કયુસેક પાણી આવી રહ્યું છે જેની સામે ડેમમાંથી 5.11 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 ગેટ 3.25 મીટરની સપાટીથી ખોલી 5 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે જયારે રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી 45 હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના લોકોને એલર્ટ કરી દેવાયાં છે.

સપાટી : 134.58 મીટર
ઇન ફલો : 5,11,161
આઉટ ફલો : 5,11,161
ગેટનો આઉટ ફલો : 5 લાખ કયુસેક
આરબીપીએચનો આઉટ ફલો : 45,000 કયુસેક

નર્મદા ડેમ (ગુજરાત)
મહત્તમ સપાટી - 138.68 મીટર
હાલની સપાટી - 134.58 મીટર

બર્ગી ડેમ ( મધ્યપ્રદેશ)
મહત્તમ સપાટી - 422.76 મીટર
હાલની સપાટી - 422.05 મીટર

તવા ડેમ ( મધ્યપ્રદેશ)
મહત્તમ સપાટી - 355.40 મીટર
હાલની સપાટી - 353.47 મીટર

ઈન્દિરા સાગર ડેમ ( મધ્યપ્રદેશ)
મહત્તમ સપાટી - 262.13 મીટર
હાલની સપાટી - 260.89 મીટર

ઓમકારેશ્વર ડેમ ( મધ્યપ્રદેશ)
મહત્તમ સપાટી - 196.60 મીટર
હાલની સપાટી - 194.89 મીટર

ગોલ્ડનબ્રિજની સપાટી ( ફૂટમાં )

સવારે 6ઃ17
સવારે 8ઃ19
સવારે 10ઃ20
બપોરે 12ઃ19
બપોરે 02ઃ19
બપોરે 04ઃ19
સાંજે 06ઃ20
રાત્રે 08ઃ21
અન્ય સમાચારો પણ છે...