કેન્દ્રિય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કારડે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત દક્ષિણ ગુજરાતની વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે યોજાયેલ બેઠકમાં બેન્કો દ્વારા કેન્દ્રીય વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી-પ્રગતિ અંગે આકડાકીય જાણકારી શ્રી કારડે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યમાભાઇ પટેલ, SLVC ના કન્વીનર મહેશ બંસલ, બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર સંજીવ આનંદ, SBI ના વિભાગીય વડા સૌરભ શર્મા, BOB ના ડેપ્યુટી જનરલ મેનેજર ભવાનીસિંહ રાઠોડ, વિવિધ બેન્કોની વિવિધ શાખાના મેનેજરો, લીડ બેન્ક મેનેજરો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ભાગવત કારડે દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં બેન્કીંગ સેવાઓ વધુ સઘન બનાવવા આગામી 1 લી થી 15 મી જુલાઈ 22 દરમિયાન ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન અને ફાઈનાન્સિયલ લીટરસી સહિત કેન્દ્રીય વિવિધ યોજનાઓ સંદર્ભે વિશેષ જનજાગૃત્તિ ઝુંબેશ હાથ ધરીને જરૂરિયાતમંદ લોકોને ઉક્ત યોજનાઓના મહત્તમ લાભ મળી રહે તે જોવાની બેન્કોનોને મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
કેન્દ્રિય મંત્રી ડૉ. ભાગવત કારડે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત 7 જિલ્લાઓમાં આગામી સમયમાં વિવિધ બેન્કોની નવી 66 જેટલી શાખાઓ ATM સુવિધા સાથે કાર્યરત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સમાજના છેવાડાના આદિવાસી વિસ્તારના લોકો માટે બેન્કીગ સેવાઓ વધુ સુદ્રઢ બનશે. નાબાર્ડ બેન્કને આ વિસ્તારનાં વિકાસમાં પણ વધુ યોગદાન મળી રહે તેવી મારી સૂચના મંત્રીએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.