વિવાદ:માંગરોલના ધનેશ્વર મંદિરમાં બાંધકામની પરવાનગી ગ્રામ પંચાયતે રદ કરી નાંખી

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધનેશ્વર મંદિરમાં ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે. - Divya Bhaskar
ધનેશ્વર મંદિરમાં ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે.
  • મંદિરની જમીનના સીધી લીટીના વારસદાર નહિ હોવાથી વિવાદ ઉભો થયો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ ધનેશ્વર મહાદેવનું વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેનું નર્મદા પુરાણ માં પણ ઉલ્લેખ છે ત્યારે આ મંદિર અને જમીન રઘુનાથજી મહારાજના નામે ચાલે છે. જેથી જેના કટિયામાં તેમની માલિકી બોલે છે. બાદમાં તેમણે ને જેના વહીવટ કર્તા તરીકે રામપ્યારે દાસજી મહારાજ ને જવાબદારી સોંપવામાં આવી પરનું હાલ બંને સંતો હયાત નથી, અને કોઈ તેમના સીધી લીટીના વારસદાર ના હોય આ જમીન વિવાદાસ્પદ બની છે.

હાલમાં જે જાનકીદાસજી રહે છે તેઓ પરિવાર સાથે રહી મંદિરની જમીનમાં બાંધકામ કરે છે એટલે ગ્રામજનો નો વિરોધ ઉઠ્યો અને આ બાંધકામ બંધ કરવા માંગ કરી પંચાયતે બાંધકામ બંધ કરવા હુકમ કર્યો છે. અને ગ્રામ પંચાયતે બાંધકામ ની અરજી ફગાવી પોતે આ જમીનના વરસાદ હોવાના પુરાવા માંગતા જમીન વિવાદ માં આવી ગઈ છે.

આ બાબતે ગામના આગેવાન પ્રશાંત ગોસ્વામી એ જણાવ્યું હતું કે માંગરોળ ગામ ખાતે ધનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મંદિર ની મિલકતમાં બહારથી આવીને ગેર કાયદેસર રીતે રહેતા અને કહેવાના સંતો નામે જાનકીદાસ અને મનીરામ દ્વારા માંગરોલ ગ્રામ પંચાયતની પરમિશન વિના ગેર કાયદેસર લાખો રૂપિયા નો ખર્ચ કરી મિલકત તેઓના નામે ન હોવા છતાં પણ બાંધકામ કરી જમીન પોતાના નામે ચઢાવી પોતાની વ્યક્તિગત માલિકી બનાવવા જઈ રહ્યા છે.

બીજી તરફ મંદિરના જાનકી બાપુએ જણાવ્યું હતી કે, આ મંદિરની જે જગ્યા છે જે 1954 પહેલાની અમારા ગુરુભાઈઓ દ્વારા વહીવટ રહ્યો છે. પહેલા અમારા ગુરુ ના નિધન બાદ ચાદર વિધિ કરી ને સંતોની હાજરીમાં વહીવટ સોંપ્યો છે જે નિયમ પ્રમાણે છે છતાં અહીંના કેટલાક લોકો પંચાયતને હાથો બનાવી અમને હેરાન કરવામાં આવે છે. અહીંયા પરિક્રમા વાસીઓ આવે છે તેમના માટે ભોજન શાળા અને નિવાસસ્થાન બની રહ્યું છે મારા માટે નથી કશુ બનાવતો હિન્દૂ ધર્મ માટે નું હું કામ કરે છે છતાં વિરોધ કેમ સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...