અલગ મતદાન મથક મળ્યું:ડેડિયાપાડાના રિંગાપાદર ગામમાં પ્રથમવાર મતદાન મથક બનાવાયું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 131 જેટલા મતદારોને 8 કિ મી દુર મત આપવા જવું પડતું હતું

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ પ્રથમ વખત મતદાન મથક ઉભું કરવામાં આવશે. અત્યાર સુધી આ ગામના 131 જેટલા મતદારોને મત આપવા માટે 8 કીમી દુર ચાલીને મત આપવા અન્ય ગામમાં જવું પડતું હતું. નર્મદા જિલ્લામાં આદિવાસી અનામત બેઠક નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક માટે આગામી 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે.ત્યારે આ વખતે ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રિંગાપાદર ગામને આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વાર મતદાન મથક મળતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે.

ડુંગરોની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલા રિંગપાદર ગામમાં 131 જેટલા મતદારો આવેલાં છે.આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રિંગાપાદર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં મતદાન ઉભું કરવામાં આવશે અને આ ગામના લોકોને હવે 8 કિલોમીટર ચાલીને મતદાન કરવા નહિ જવું પડે. રિંગાપાદર ગામ સુધી પહોંચવા માટેના રસ્તા માટે 4 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.

આવનારા સમયમાં રસ્તો બની જશે અને રિંગાપાદર ગામનો લોકોને કોઈ તકલીફ નહીં પડે.આ ગ્રામજનો કહી રહ્યા છે કે કાચો રસ્તો હોવાથી અહીંયા કોઈ ગાડી પણ જઈ શકતી ન હોવાથી વર્ષોથી લોકો 8 કિલોમીટર સુધી ચાલી પરિવારજનોને લઈને ચોપડી મતદાન કરવા જતા હતા.જેથી ગામનું મતદાન પણ ખુબ ઓછું થતું હતું. તાલુકા -જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભાની ચૂંટણી વખતે અલગ મતદાન મથક માટે અમે રજુઆત કરી હતી.ગ્રામજનોની રજુઆતને પગલે વિધાનસભા 2022 માટે રિંગાપાદરને અલગ મતદાન મથક મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...