ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે રાજપીપલા કલેક્ટરાલયના ભોંયતળીયે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો નિહાળી હતી. ચૂંટણી અધિકારીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યુઝ ચેનલોની સતત મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યુઝ સંદર્ભે પણ મોનીટરીંગની કામગીરી ઉક્ત સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો ,ટેલીવિઝન,પ્રિન્ટ મિડિયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે નજર રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.