નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કૉંગેસ ના વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચા ના અધ્યક્ષ અનંતભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સફાઈ કામદારો ને છુટા કરી દેવા પર ભાજપ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ના નેતા નું અધિકારીઓ માનતા નથી અને સરકારજ અધિકારીઓ ચલાવી રહ્યા છે અને જો ભાજપના સાંસદનું અધિકારી ન માનતા હોય તો ડૂબી જવું જોઈએ અને સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપી દેવું જોઈએ ના આક્ષેપો સાથે પ્રહાર કર્યા હતો જે સાંભળી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેમને કસું સમજણ નથી પડતું એવા તો કોંગ્રેસ ના નેતા છે.
સરકારી અધિકરીઓ આમારું માને છે એ એમનું રાજકીય ટેસ્ટમેન્ટ છે અમે જે કહીયે થાય છે. અને મેં શુ કામ રાજીનામુ આપું મારે રાજીનામુ આપવાનો પ્રશ્ન નથી રાજીનામુ કોંગ્રેસના લોકો એ આપવું જોઈએ અનંત પટેલ હવાતિયાં મારવા નિકરી પડ્યા છે. એમના વિસ્તાર માજ એમનું કશું ઉપજતું નથી અને અહીં વાત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાની બે સીટો જાળવી રાખવા કોંગ્રેસ અન્ય વિસ્તારના આદિવાસી નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે.
નર્મદાના કોંગ્રેસના ધારાસભ્ય સાથે વાંસદાના ધારાસભ્યને ડેડીયાપાડા મોકલવામાં આવ્યા. જોકે ડેડીયાપાડામાં અત્યારે BTP -કોંગ્રેસ ના ધારા સભ્ય છે. BJP તાક મારીને બેઠી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ કાંઇ કસર છોડવા માંગતી નથી એટલે કૉંગેસ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સ્થાનિક સમસ્યા ને લઈને ચાલી રહી છે.ત્યારે આક્ષેપો વચ્ચે મતદારો કોની પક્ષે રહે છે એ જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.