આવેદન:શિક્ષિત બેરોજગારોએ ટેટ-ટાટની પરીક્ષા લઇ ભરતી કરવા માગ કરી

રાજપીપળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર પરીક્ષા ન લેવાય તો ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થઇ જશે, કલેકટરને આવેદન

ગુજરાત રાજ્ય સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી નવા શિક્ષકોની ભરતી કરતી નથી. એક બાજુ શિક્ષકો અને સ્કૂલ.સંચાલકો શિક્ષકો ની ખાલી જગ્યા ભરવા માંગ કરી રહ્યા છે.ત્યારે બીજી બાજુ સરકાર 4 વર્ષ થી કોઈ ભરતી કરી નથી 4 વર્ષમાં નર્મદા જિલ્લામાં 50હજાર થી વધુ શિક્ષકો બેરોજગાર છે. રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લાના શિક્ષિત બેકાર યુવાનોએ શિક્ષક અભિરૂચી માટેની ટેટ -1 તથા ટેટ -2 પરીક્ષા બાબતે જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાની માંગ રજુ કરી છે.

રાજ્ય સરકાર ને સંબોધતુ શિક્ષિત બેરોજગારો એ આવેદન પત્ર આપ્યું જેમાં જણાવ્યા મુજબ રાજય પરિક્ષા બોર્ડ દ્વારા -2011 થી શિક્ષક અભિરૂચિ કસોટી ( ટેટ -1 તથા ટેટ -2 ) નું આયોજન થયેલ છે . ત્યારબાદ ભરતી કરવામાં આવે છે જેમાં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા 2015 માં ટેટ -1 અને 2017 માં ટેટ -2 તમામ માધ્યમની પરીક્ષા યોજવામાં આવી હતી , અને 2018-2019 માં ભરતી ધોરણ 6થી 8ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં હતી અને પૂર્ણ કરેલ છે.

તો હાલ 2018 થી 2022 સુધી તમામ ઉમેદવારો જેવા કે પીટીસી અને બીએડ પૂર્ણ કરેલ છે. આ તમામ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષા આપ્યા વગર વંચિત રહી ગયા છે. તો વહેલામાં વહેલી તકે પરીક્ષાનું આયોજન થાય ત્યાર બાદ 2022 માં પરીક્ષા લઇ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ઉમર મર્યાદામાં વધારો કરી ભરતી કરો
રાજ્યમાં બેરોજગારી વધીરહી છે.આ શિક્ષિત બેરોજગારો છે જેઓ 4 વર્ષથી ભરતીની રાહ જોઈ બેઠા છે જો તાત્કાલિક ધોરણે ભરતીઓ કરવામાં આવે તો પણ કેટલાક ઉમર બાધમાં નીકળી જાય તો ઉમર મર્યાદા વધારીને પણ ભરતી કરવામાં આવે એટલું જ નહીં સ્થાનિક જિલ્લાના શિક્ષિત બેરોજગારોને વધુ તક આપવામાં આવે કેમકે અન્ય જિલ્લાના શિક્ષકો નર્મદામાં નીચું મેરીટ જોઈ ભરે અને લાગી જાય ત્યારે 5 વર્ષ થયાં નથી કે તે શિક્ષક જિલ્લો છોડીને ગયો નથી એટલે જિલ્લાના યુવાનોને પહેલો ચાન્સ આપવો જરૂરી બન્યો છે.> મહેશ વસાવા, આમુ સંઘઠંન, પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...