ડેડીયાપાડાની સગીરા પર ગેંગરેપ કરનાર આરોપીઓનો રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલતા 5 યુવાનોને કોર્ટે 20 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ફાફળાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીયાપાડા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક સગીર વયની કિશોરી કેસમાં હકીકત એવી છે કે, આ કામના ભોગ બનનારને એક યુવાન કાર્તિક સોમા વસાવા ડેડીયાપાડાની હાઈસ્કુલ પાછળ પી.ડબ્લ્યુ.ડી.ના મકાન પાસે મળવા માટે બોલાવી જુના મકાનના પ્રથમમાળે રૂમમાં બળજબરીથી સગીરાની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધ્યાં હતાં. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ધામણ ખાડી વિસ્તારમાં ઝાડી ઝાખરામાં લઈ જઈ તેના બીજા ચાર મિત્રોએ સગીરાની મરજી વિરુદ્ધ વારફરતી શારીરિક સબંધ બાંધ્યાં હતાં. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરીના વાળ ખેંચી તથા લાફો મારી આદિવાસી સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સામુહિક દુષ્કર્મ કરી ગુનો કરનાર પાંચ કિશોરો સામે સગીરા એ ગુનો નોંધાવ્યો હતો. જેની સામે ડેડીયાપાડા પોલીસે આ પાંચેય કિશોરોને ઝડપી તેમની ચાર્જશીટ કરી હતી.
આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરીયાદી તર્ફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ અને ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી હતી. ત્યારે નામદાર કોર્ટે સદ૨ પુરાવાઓને ધ્યાનમાં રાખી ગુના સબબ ગુનેગારોને તક્સીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા તથા પ્રત્યેક આરોપીને 50 હજાર ભોગ બનનારને આપવાના દંડની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ આજરોજ ફરમાવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વિકટીમ કમ્પન્શેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને 7 લાખની કાનુની સહાય ચુકવવા આદેશ કરાયો છે.
આરોપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.