નર્મદા બંધ પણ તિરંગાના રંગમાં રંગાયો:ડેમને 1000 LED લાઈટોથી સજ્જ કરી તિરંગા લૂક અપાયો, આહ્લાદક નજારો જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આ વર્ષે હર ઘર તિરંગાના અભિયાનને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવતાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશમાં તિરંગાને લઈને અભિયાન ચાલી રહ્યું છે. સાથે તિરંગા યાત્રાની સાથે શહેરના મુખ્ય સ્થળોને પણ તિરંગાથી શણગારવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં.નર્મદા ડેમને પણ તિરંગા રંગમાં રંગવામાં આવ્યો છે. તિરંગા કલરમાં 1000 LED લાઈટોથી નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે, જે અદભૂત નજારો લોકો માણી રહ્યા છે.

આહ્લાદક નજારો જોઈ પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે
સામાન્ય રીતે ડેમને વિવિધ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે અને રાત્રીનો સુંદર નજારો જોવા મળે છે. પરંતુ હાલ 15મી ઓગષ્ટ અને આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં હર ઘર તિરંગાના અભિયાનને લઈને નર્મદા ડેમને ખાસ તિરંગા કલરની લાઈટોથી શણગારવામાં આવ્યો છે. સાથે સફેદ પાણી ત્રણ ગેટમાંથી પડી રહ્યું છે, જે આહ્લાદક નજારો જોઈ પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...