તંત્ર દોડતું થયું:ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરોએ વેઠ ઉતારી ખાડો પૂર્યો પણ 8 મહિના છતાં કનેક્શન ન આપ્યું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા ભર્યા છતાં કામગીરી નહીં

રાજપીપલા ખાતે ગેસલાઈન અને કનેક્શન આપવાની કામગીરી એટલી ધીમીગતિએ ચાલી રહી છે. કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રાહકોએ રૂપિયા ભર્યા ને 8 મહિનાથી રાહ જોઈ રહયા છે. પણ કનેક્શનો નથી મળી રહ્યા એતો ઠીક વડિયા ગામની સનસિટીમાં ગેસલાઈન માટે ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરે ખાડા ખોદી અધૂરું કામ મૂકી જતા રહ્યા હતા. સ્થાનિક સહીશોની વારંવાર રજૂઆતો ને પણ ધ્યાને નહોતા લેતા.

જોકે સનસીટી ના રાહીશોની મુશ્કેલી દિવ્યભાસ્કર અખબારે પ્રસિદ્ધ કરતા તંત્ર દોડતું થયું અને તાત્કાલિક મજૂરો.મૂકી ખાડાઓ તો પુરવ્યા પણ વેઠ ઉતારી મજૂરો પણ જતા રહ્યા ચોક્કસ કોઈ પડે નહીં એવું કરીને ગયા નહીં. બીજું કે ખાડો પુરવાની કોન્ટ્રાક્ટરો ને સમજણ પડી પણ 8 મહિનાથી આ સોસાયટીના કેટલાક રહીશોએ 8 મહિનાથી એક કનેક્શન દીઠ ગેસકંપની એ જેટલા કહ્યા એટલા ભરી દીધા તો પણ છેલ્લા 8 મહિનાથી ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે.

પણ પાઈપલાઈનો નાખી છે પણ મીટર મૂકી જોઈન્ટ કરવાનું કામ કરતા પણ આ કોન્ટ્રાક્ટર ને 8 મહિના લાગી ગયા હજુ અધૂરું કામ કરી રહ્યા છે. તો આખા શહેરને ગેસલાઈન આપતા બે ત્રણ વર્ષ કાઢશે. એવું લાગી રહ્યું છે.આ બાબતે સ્થાનિક રહીશ મયંક ભાવસારે જણાવ્યું હતું કે મેં ફરિયાદ કરીને થાકી ગયો હતો કે આ ખાડા પુરવા ક્યારે આવે અધિકારીઓ ગ્રાહકોને તો ગાંઠતા નથી દિવ્યભાસ્કર અખબાર નો હું આભાર માનું છું.

અન્ય સમાચારો પણ છે...