હત્યા કે આત્મહત્યા ?:દેડીયાપાડામાં અજાણ્યા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ખાપરબુદા અને રોઝધાટ ગામની સીમમાં એક અજાણ્યા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળતા આસપાસનાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

આ ઘટના બાબતે પોલીસેને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઝાડ પર મૃત હાલતમાં લટકતો આ યુવાન કોણ છે? અને ક્યાનો છે? તેમજ તેણે જાતે ફાંસો ખાધો છે કે કોઈ એ હત્યા કરી ઝાડ પર લટકાવ્યો હશે? એ બાબત હજુ અકબંધ છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને તેમાં શું તથ્ય સીામે અવશે તે જોવાનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...