નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના ઘરેથી ચાલ્યા ગયેલા યુવાનનો પુલ નીચેથી મૃતદેહ મળતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.જોકે આ યુવાનની હત્યા કે આત્મહત્યા બાબતે ચાલતી અટકળો ને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના નિશાળ ફળીયા માં રહેતા રઘુભાઇ દેવાભાઇ તડવી પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહીયા વગર ગત 8 ડિસેમ્બર 22 ના બપોરના 2.30 કલાકના અરસામા નીકળી ગયેલ જે રાત્રીના પણ ઘરે ના આવતા તેની શોધખોળ હાથ ધરી મોબાઈલ પણ બંધ આવતા પરિવારે શોધખોળ છતાં ના મળતા પોલીસ ને જાણ કરવાનું નક્કી કર્યું પરંતુ 9 તારીખના સવારે ખબર પડી કે નર્મદા નદી પર આવેલ અક્તેશ્વર પુલ નીચે થી તેનો મૃતદેહ મળ્યો છે. તો પરિવાર કલ્પાંત કરવા લાગ્યું હતું. હાલમાં ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે,ત્યારે આ યુવાનની હત્યા થઈ કે આત્મહત્યા કરી છે એ બાબત હજુ અકબંધ હોય પોલીસે તપાસ આ ભેદ ઉકેલાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રઘુભાઇ દેવાભાઇ તડવી (ઉં.વ.35) રહે. અક્તેશ્વર નિશાળ ફળીયું તા.ગરૂડેશ્વર જિ.નર્મદા પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહીયા વગર તા.8 ના બપોરના અરસામા નીકળી ગયા હતા. જે ઘરે પરત નહીં ફરતા પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી. જે બાદ તારીખ 9 ના 3 વાગ્યાની આસપાસ નર્મદા નદી પર આવેલ અક્તેશ્વર પુલ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસેને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
વધુમાં મૃતક આધેડના હાથના ભાગે ઈજાઓ તેમજ પગ કપાયેલી હાલતમાં જોવા મળતા હત્યા થયાની આશંકા પણ સેવાઈ રહી છે. ત્યારે પોલીસે આત્મહત્યા કે પછી હત્યા પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.જોકે આ યુવાનની હત્યા કે આત્મહત્યા બાબતે અટકળો ને લઈને તપાસ શરૂ કરાઇ છે. છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.