નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી મહિલાનો મૃતદેહ મળતાં ગામમાં ચકચાર મચી. મહિલાના ગળામાં સાડીનો ટુંપો પણ બાંધેલો હતો. ત્યાકે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં મળતી વિગતો અનુસાર રાજુભાઇ શાંતીલાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના મમ્મી સુમિત્રાબેન શાંતીલાલભાઇ વસાવા બકરા ચરાવવા માટે ઉમરવા ગામની સીમ તરફ ગયેલા અને બકરા બપોરના બે એક વાગ્યાના અરસામાં આવી ગયેલા, પરંતુ મમ્મી ઘરે ન આવ્યા હતા.
બધા મળી તેમને શોધવા ગયા ત્યારે ગામના શૈલેશભાઇએ ફોન કરીને તેમને જણાવેલ કે, અમો ઉમરવા ગામની સીમમા છીએ તો તે પણ ઉમરવા ગામની સીમમાં આવે. ત્યારબાદ ત્યાં શોધખોળ કરતાં રાતના આઠેક વાગ્યાના અરસામાં ઉમરવા ગામની સીમમાં આવેલા ચીંતનભાઇ અરૂણભાઇ પટેલના શેરડીવાળા ખેતરમાં સુમિત્રાબેન મૃત હાલતમાં પડેલા હતા. તેમના ગળામાં સાડીનો ટુંપો પણ બાંધેલો હતો, જોકે સુમિત્રાબેનની હત્યા કોણે કરી એ હજુ જાણી શકાયું નથી. ત્યારે આમલેથા પોલીસે મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.