લોકોમાં ભારે ઉત્કંઠા:ડેડિયાપાડા બેઠક પર કાર્યકરોના વિરોધથી ભાજપનો પેચ ગુંચવાયો

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપ અને બીટીપી બાદ કોંગ્રેસે પણ ઉમેદવારના નામની જાહેરાત કરી

નર્મદા જિલ્લામાં ગુજરાત વિધાનસભાની બે બેઠકો છે. જેમાં નાંદોદ માં ભાજપે મહિલા આગેવાન ડો.દર્શનાબેન દેશમુખ ને ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. દર્શનાબેનને ટિકિટ આપવામાં આવતાની સાથે ભાજપમાંથી હર્ષદ વસાવાએ બળવો કર્યો છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. નાંદોદમાં બનેલી ઘટના બાદ ભાજપ માટે ડેડીયાપાડાનો ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થઇ રહયો છે. આ બેઠક પરથી આપમાંથી ચૈતર વસાવા અને બીટીપીમાંથી બહાદુર વસાવા ચુંટણી લડી રહયાં છે. જયારે કોંગ્રેસે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે.

તેમની સામે ભાજપ બારડોલીના ભાજપ ના આગેવાન અને ડેડીયાપાડા સીટના પ્રભારી મહેશભાઈ વસાવા ને ટિકિટ આપવાના ફિરાક માં હોય સ્થાનિકો નો રોષ અને ભાજપ કાર્યલાય માં તાળાં મારી સામુહિક રાજીનામાં ની વાતો સામે આવતા હજુ ભાજપે ત્યાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. કાર્યકરો સ્થાનિક ઉમેદવાર ની માંગણી કરે છે. ડેડીયાપાડા બેઠક પર અગાઉ બીટીપીમાં બળવો થઇ ચુકયો છે. ભાજપ અને બીટીપીના આગેવાનો વચ્ચે ટકરાવના અનેક બનાવો બની ચુકયાં છે ત્યારે ભાજપ બીટીપીના મહેશ વસાવાને ટિકિટ આપશે તેવી વાત વહેતી થતાં ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગઇકાલે ભાજપના ડેડીયાપાડાના કાર્યકરો રાજપીપળા ખાતે દોડી ગયાં હતાં અને જિલ્લા પ્રમુખને રજુઆતો કરી હતી. સ્થાનિક કાર્યકરોનો વિરોધ હોવાથી ભાજપ તેનો ઉમેદવાર જાહેર કરવામાં સમય લઇ રહી છે. શનિવાર અને રવિવારની રજા હોવાથી ઉમેદવારી પત્રો ભરી શકાય તેમ નથી. ઉમેદવારી કરવા માટે હવે માત્ર સોમવારનો દિવસ બાકી રહી ગયો હોવાથી લોકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...