સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતી શણગાર:ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, વરસાદી માહોલમાં મેઘધનુષનું નિર્માણ થતા અદભૂત નજારો સર્જાયો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

સાતપુડા અને વિધ્યાંચલની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આવા સુંદર વાતાવરણમાં આજે વહેલી સવારના વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદના વિરામ બાદ અચાનક મેઘધનુષ્ય દેખાતાં પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું. જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતે શણગાર સજ્યો હોય તેમ સુંદર દ્રશ્યો 2થી ત્રણ મિનિટ માટે લોકોને જોવા મળ્યા હતા.

લોકોને 2થી ત્રણ મિનિટ માટે દ્રશ્યો જોવા મળ્યા
હાલમાં 15મી ઓગષ્ટને લઈને તિરંગાનો માહોલ આખા દેશમાં છવાયો છે. સાથે હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ જોવા મળ્યો હતો. જાણે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેઘ ધનુષ્યની રચના કરી હતી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ.આપી હોય એવું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...