ભાસ્કર ઈમ્પેક્ટ:વહીવટી તંત્રે આખરે વૃદ્ધાના ઘરે જઇ આધારકાર્ડ બનાવી આપ્યું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં 88 વર્ષના વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી કરાઇ. - Divya Bhaskar
રાજપીપળામાં 88 વર્ષના વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી કરાઇ.
  • કલેક્ટરે તુરંત સંબંધિત વિભાગને સૂચના આપી

રાજપીપળા દરબાર રોડ ના એક વૃધ્ધાના આધારકાર્ડ બાબતે તંત્ર જવાબદાર અધિકારી ઓની ઉદાસીન વલણ ને કારણે લગભગ એક મહિનાથી આ 88 વર્ષીય વૃધ્ધાના શિલાબેન સેવન્તિલાલ શાહની આધારકાર્ડની કામગીરી ટલ્લે ચઢી હતી. સરકાર અને જિલ્લા કલેક્ટર ડી.એ શાહ ની સૂચના છતાં આધારકાર્ડ કાઢનાર એજન્સી વૃદ્ધાના પરિવાર ને એક મહિનાથી ખો આપતા હોય જે બાબત નો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રસિદ્ધ કરતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

જેમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ બાબતે લાગતા વળગતા તમામ અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી તાત્કાલિક વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી કરી મને રિપોર્ટ કરવા જણાવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અને બુધવારે સવારે આ વૃધ્ધા ના ઘરે જઈ આધારકાર્ડ બાબતની પ્રક્રિયા પૂર્ણ કરતા વૃધ્ધા ના પરિવાર ને રાહત થઈ હતી.જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ જેવી માનવતા રાખી અન્ય અધિકારીઓ પણ કામ કરે તો જિલ્લામાં કોઈ ગરીબ અને લાચાર ને ધક્કા ખાવાનો વારો ના આવે એ પણ એક સત્ય છે.

અન્ય સમાચારો પણ છે...