બાળકો શિક્ષક બની ખુશખુશાલ:રાજપીપળાની વિવિધ સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ; બાળકોએ એક દિવસીય શિક્ષક બની શાળા ચલાવી

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં આજે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિતે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે એક દિવસીય શિક્ષકની વર્ષોથી ચાલી આવતી પ્રથા આજે પણ ચાલુ છે અને બાળકો એક દિવસના શિક્ષક બની આનંદ અને ઉલ્લાસ સાથે આજના દિવસની ઉજવણી કરે છે.

5મી સપ્ટેમ્બરના આ એક દિવસ શિક્ષકો અને બાળકો માટે ખૂબ મહત્વનો દિવસ છે. સમાજમાં શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે. એક શ્રેષ્ઠ શિક્ષક બાળકોને સારું શિક્ષણ આપે છે, જેનાથી સારા સમાજની રચના થાય છે. દેશના વિકાસ માટે પણ શિક્ષણ મહત્વનું છે માટે આજે શિક્ષક દિવસના રોજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન જોઈ અન્ય શિક્ષકો પણ પ્રેરણા લે છે અને પોતાની શાળામાં ભણતા બાળકોને કેમ કરી શિક્ષણનું સિંચન કરવું તેવી વિચારધારા સાથે હમેંશા તત્પર રહેતા હોય છે.

બાળકો અને શિક્ષકોમાં પારસ્પરિક પ્રેમ વધે અને હમેંશા એક બીજા પ્રત્યે સન્માનની ભાવના યથાવત રહે એ પણ જરૂરી છે. ત્યારે શિક્ષક દિવસના રોજ એક દિવસીય શિક્ષક બનવાની વિદ્યાર્થીઓની પ્રથા આજે પણ ચાલુ છે. રાજપીપળા કલરવ, નવદુર્ગા, સ્વામિનારાયણ, વાત્સલ્ય સહિતની તમામ શાળામાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ એક દિવસીય શિક્ષક બન્યા હતા. એક દિવસના શિક્ષક બની આ બાળકોને શિક્ષકની ભૂમિકા શું હોય છે તે અનુભવ થતો હોય છે. તે સાથે જ તેમને ઘણું શીખવા પણ મળતું હોય છે અને આજના દિવસે વિદ્યાર્થી પોતે શાળાના પ્રિન્સિપાલ અને ટીચર બનીને અન્ય બાળકોને ભણાવી ખૂબ ઉલ્લાસથી આજનો દિવસ ઉજવે છે. જેનાથી બાળકોના મનમાં શિક્ષકો પ્રત્યેનો આદર જળવાય રહે છે.

અન્ય સમાચારો પણ છે...