સફળતા:ડેડિયાપાડાના એક ગામમાં તંત્રએ બાળલગ્ન અટકાવ્યાં

રાજપીપળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક મહિનામાં બીજા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સુરત જિલ્લાની સરહદે આવેલા એક ગામમાં બાળ લગ્ન અટકાવવા માટેની મળેલી ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નર્મદા દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પ્રોટેકશન હેઠળ 12મેં 2022ના રોજ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. લગ્ન કરનાર છોકરા છોકરીના ઉંમરના આધાર પુરાવા ચકાસણી કરતાં લગ્ન કરનાર છોકરીની ઉંમર-18 વર્ષ 04 માસ જણાતા છોકરી પુખ્ત વયની હોવાથી લગ્ન લાયક ઉંમર જણાઈ આવેલ હતી,

પરંતુ લગ્ન કરનાર છોકરાની ઉંમર ચકાસણી કરતા તેની ઉંમર-20 વર્ષ 2 માસ જણાઈ આવેલ હતી જે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંતર્ગત લગ્ન કરનાર છોકરાની ઉંમર-21 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. આથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંતર્ગત છોકરાની ઉંમર-21વર્ષ અને છોકરીની ઉંમર-18 વર્ષ પૂર્ણ થતાં પહેલા જો લગ્ન થાય તો તે ગેરકાયદેસર લગ્ન ગણી તેઓની સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે.

આમ, બંને પક્ષે વાલી વારસદારોને સમજાવી લગ્ન મોકૂફ રાખવા જણાવવામાં આવેલ હતું. છોકરા પક્ષે તેમના વાલીને કાયદા અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પી.બી.રાણપરિયા દ્વારા નોટિશ આપવામાં આવેલ હતી. છોકરા છોકરી દેડીયાપાડાના વતની હોય પરંતુ લગ્ન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં એક ગામમાં રાખવામાં આવેલા હોય સુરત જિલ્લાના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને પણ આ બાબતે જાણ કરી ઉમરપાડા ખાતે બાળ લગ્ન ના થાય તે અંગે નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...