કોંગ્રેસનો જુથવાદ:નાંદોદમાં કોંગી ઉમેદવાર સામે તડવી સમાજ મેદાને

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસમાં ચાલતો જુથવાદ સપાટી પર આવ્યો

કોંગ્રેસે ભારે મથામણ કર્યા બાદ કોંગ્રેસે નાંદોદ વિધાનસભા સીટ પર હરેશ વસાવાને ટિકીટ આપી છે ત્યારે ટિકિટની ફાળવણી કર્યા બાદ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિસ્તારના તડવી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતીતડવી સમાજની માગણી છે કે, સમાજને આઝાદીના ઇતિહાસમાં એક પણ વખત કોંગ્રેસને વિધાનસભાની સીટ ફાળવી નથી. તડવી સમાજ સાથે વર્ષોથી કોંગ્રેસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે અને ટિકિટ આપવામાં આવી નથી.

કોંગ્રેસના નેતા અને ઝરીયા સરપંચ સતીશ તડવીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગરૂડેસ્વર તાલુકા તિલકવાડા વિસ્તારમાં 65 થી 70 હજાર જેટલી તડવી સમાજ ની વસ્તી છે. ત્યારે તડવી સમાજને પ્રાધાન્ય આપવું જરૂરી છે. અને તડવી સમાજને ટિકીટ ન ફાળવીને તડવી સમાજ સાથે અન્યાય કરાયો છે. જેની સામે અમારો વિરોધ છે અને અમે ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...