સર્વે:અંકલેેશ્વરમાં ખાતમુહૂર્ત બાદ હવે રાજપીપળામાં એરસ્ટ્રીપ માટે સર્વે

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલામાં એરસ્ટ્રીપ માટે 100 કરોડ જેટલી રકમ મંજૂર કરાઇ
  • ​​​​​​​જવાહરલાલ નહેરૂ આવ્યાં ત્યારના એરોડ્રામ પર જ બનાવાય તેવી માગ

નર્મદા જિલ્લાના કેવડિયામાં વિકાસની વણઝાર થઈ રહી છે. અંદાજીત 3 થી 4 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટો જેમાં નવા રોડ હેલિપેડ, ટ્રેન, એસ.ટી બસ સ્ટેશન સહિત તમામ સુવિધાઓ બની છે. જોકેે જિલ્લાનું મુખ્ય મથક રાજપીપલા વિકાસથી વાંછીત રહ્યું છે.

રાજપીપળામાં સરકારે ના રેલવે આપી કે ના એરપોર્ટ આપ્યું, એક એરસ્ટ્રીપ નક્કી થયું સર્વે થયો હતો.અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ત્યારે રજવાડા વખત ના અને પ્રથમવાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ જ્યાં ઉતર્યા હતાં. એ એરોડ્રામ પર 80 થી 100 મિટર લાંબી એર ટ્રીપ બનાવવા નક્કી કરવમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજપીપલામાં એરસ્ટ્રીપ બનાવવા માટે 100 કરોડ જેટલી રકમ મંજુર કરી અને ટુક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે.

હવે નાગરિક ઉડ્ડયન મંત્રીએ કેવડિયા આવ્યા હતા ત્યારે એમ કહ્યું કે રાજપીપલામાં પણ એરસ્ટ્રીપ બનશે પણ જે બાબતે લોકો નારાજ થયા અને મંત્રીને રજુઆત કરી રહ્યા છે કે રાજપીપલા એરોડ્રામ ખાતે જ એરસ્ટ્રીપ બનાવે. નર્મદા જિલ્લો હાલમાં પ્રવાસીઓમાં ખુબ પ્રચલિત બન્યો છે. ત્યારે રોડ માર્ગે તેમજ રેલવે માર્ગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. એરસ્ટ્રીપ બને તો પ્રવાસીઓની સંખ્યામાં હજી વધારો થાય તેવી આશા વ્યક્ત કરાય છે. હાલમાં વેકેશન હોવાના કારણે હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

રાજપીપળામાં બનાવવાની વિચારણાં છે
હાલ પ્રાયોરિટી અંકલેશ્વરની છે. અને નર્મદામા એરસ્ટ્રીપ માટે જગ્યા શોધીએ છે. એરસ્ટ્રીપ માટે હાલ અંકલેશ્વરમાં નક્કી કર્યું છે અને નર્મદા જિલ્લામાં પણ બનશે, રાજપીપલમાં જગ્યા છે. એરસ્ટ્રીપ, હાઉસિંગ સહિતની તમામ સુવિધાઓ બનશે. સારી જગ્યા માટે સર્વે પણ ચાલે છે.> પૂર્ણેશ મોદી, નાગરિક અને ઉડ્ડયન મંત્રી.

અન્ય સમાચારો પણ છે...