• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Surrender To Garudeshwara's Marriage 181 As The Husband Quarrels And Takes Away The Child; The Team Did Counseling And Saved The Marriage

181 અભયમની સરાહનીય કામગીરી:પતિ ઝઘડો કરી બાળકી લઈને જતો રહેતાં ગરૂડેશ્વરની પરિણીતા 181ના શરણે; ટીમે કાઉન્સેલિંગ કરી લગ્નજીવન બચાવ્યું

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસેના ગામથી એક પરિણીત મહિલાનો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો. જેણે જણાવેલું કે મારા પતિ વ્હેમ કરી ઝઘડા કરતા હતા, માટે હું અઢી મહિનાથી પિયરમાં રહેતી હતી. આજે રસ્તે મળ્યા અને સારી રીતે વાત કરી અને પછી મારી બાળકી લઈને જતા રહ્યા છે અને હવે તેને આપવાની ના પાડે છે. જેથી રાજપીપળા અભયમ રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉન્સેલીંગ કરી પારિવારિક ઝગડાનું સમાધાન કરાવ્યું હતું.

બાળકીને ઝઘડો કરીને લઈ ગયા પછી પાછી આપવાની ના પાડી
પરિણીતા બહેનના જણાવ્યા મુજબ તેમના લગ્નનાં ત્રણ વર્ષ થયાં છે અને બે વર્ષની બાળકી છે. તેમના પતિ સરકારી નોકરી કરે છે અને તે પણ આંગણવાડી કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે અને નર્મદા ઘાટ પાસે ગાયિકા તરીકે ત્યાં પણ નોકરી કરે છે. જેથી સાંજના સમયે તેમને ત્યાં આરતી માટે જવું પડે છે. તો તેમના પતિ તેમને નોકરી કરવાની પણ ના પાડે છે અને વ્હેમ કર્યા કરે કે તારા અફેર છે અને મોબાઇલ પર જ વાત કર્યા કરે છે. તેમના મમ્મી-પપ્પાને પણ અપશબ્દો બોલે છે. ખોટા આરોપ લગાવી તેમના બીજા વ્યક્તિઓ સાથે સંબંધ છે એવી રીતે રોજ તેમને માનસિક ત્રાસ આપે છે, માટે તે તેમના પિયર જતાં રહ્યાં હતાં. અઢી મહિનાથી તે ત્યાં જ રહે છે. આજે રસ્તે મળ્યા તો એ લોકોને જોઈને ઉભા રહી તે એમની બાળકીને રમાડતા હતા અને અચાનક ગાડી પર બેસાડી ઝગડો કરી લઈને જતા રહ્યા અને આપવાની ના પાડે છે.

કાઉન્સેલીંગ કરી પારિવારિક ઝગડાનું સમાધાન કરાવ્યું
ત્યારબાદ ટીમે પરિણીતા બહેનને ત્યાં લઈ જઈ બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું અને શાંતપૂર્વક સમજાવ્યા કાયદાકીય માહિતી આપી હતી. ત્યારબાદ તેમને ભૂલ સમજાઈ હતી અને ખોટા વહેમ રાખ્યા વગર કોઈ પણ રીતે હેરાનગતિ ના કરે તેવું સમજાવી બાળકી પાછી અપાવી હતી. પરિણીતા બહેનના સાસરી પક્ષન સભ્યોને પણ તેમણે સમજાવ્યા હતા અને તેમની બાળકી અપાવી તેમજ તેમને પણ સાસરીમાં રહેવા માટે કહ્યું હતું. ઉપરાંત બંને પક્ષોએ સારી રીતે રહેવાની બાહેંધરી આપતાં પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. તેમણે અભયમ ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...