બંધ થતાં 6 ગામના 150 આદિવાસીઓને અન્ય જગ્યાએ રોજગારી આપવા નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ ને રજુઆત કરી છે. આ કંપનીના કેવડિયામાં અન્ય કોન્ટ્રાકટ છે ત્યાં સમાવે અથવા સત્તામંડળ અન્ય કોઈ કંપની ને આ કર્મચારીઓને લેવા સૂચના આપે એવી માંગ તેમણે કરી હતી. બેરોજગારોના સમર્થનમાં સ્થાનિક ગ્રામપંચાયતો પણ વિરોધમાં આવતા ગામે ગામ વિરોધ ઉઠી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાની હંમેશા વાત કરવામાં આવે છે. વોકલ ફોર લોકલ ની વાતો હંમેશા મનકી વાતમાં થાય છે ત્યારે તેમના પ્રિય એવા કેવડિયા એકતા નગરીમાં ગરીબ આદિવાસીઓની હાલત કફોડી બની રહી છે.
સ્થાનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઓક્ટોબર-2018ની શરૂઆતથી જ રોડ રસ્તાઓની સાફ-સફાઈની કામગીરી બી.વી.જી કંપનીના સ્થાનિક ગામોનાં 150 આદીવાસી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંના સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખી એમની રોજગારી છીનવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.વર્ષ 2018 ની સાલમાં સૌ પ્રથમ અહિના નજીકના ગામના સ્થાનિકોને પોતાની જમીન ગુમાવવાના કારણે લાભાર્થી તરીકે નોકરી આપવામાં આવી હતી.
હાલમાં એસઓયુ ઓથોરીટી ખાતે વડોદરા વીએમસીના સહયોગથી આધુનિક રોડ સ્વીપર મશીન લાવી અમારા કર્મચારીઓની સાફ સફાઈની કામગીરી બંધ કરવાની ઓથોરીટી દ્વારા અમને છુટા કરવામાં આવતા ઘરે બેસવાનો વારો આવ્યો છે.અમારી પાસે જમીન પણ નથી, અમને આ કામગીરી પરથી રોજીરોટી મળતી હતી. જેથી એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન અન્ય કોઈ જગ્યાએ રોજગારી મળે એવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
નોટિસ આપ્યા વિના જ અમને છૂટા કરી દીધા
અમે ચાર વર્ષથી આ BVG કંપનીના કર્મચારી તરીકે હાઉસકીપીંગની કામગીરી કરીએ છે. અમારા બાપ દાદાની જમીનો આ સ્ટેચ્યુ નર્મદા ડેમ અને વિવિધ પ્રોજેક્ટોમાં ગઈ છે અમને એમ કે અમારો વિકાસ થશે પરંતુ અહીંયા તો બહાર થી લોકો આવીને નોકરી કરે છે કમાય છે જયારે અમારે સ્થાનિકોને નાના કામો કરાવવામાં આવે છે.કોઈ પણ લેખિત નોટિસ આપ્યા વગર અમને 150 જેટલા કર્મચારીઓને 1 જૂન થી તમારે આવવાનું નથી એમ કહી દેવાયું છે. - દક્ષાબેન તડવી, કેવડિયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.