નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા એમણે ગુજરાતનાં મુખ્યમંત્રીથી લઈને ખાણખનીજ મંત્રાલયને પણ રજૂઆતો કરી હતી.પણ એ રજૂઆતોનો કોઈ નિવેડો ન આવતા નર્મદા જિલ્લાના 7 જેટલા કવોરી ઉદ્યોગ સંચાલકોએ સ્વૈચ્છિક હડતાળ પર ઉતરી પડ્યા હતા. જોકે રાજ્યના ક્વોરી એસોસિયેશન સાથે સરકારે માંગણીઓને લઈને બેઠક કરવાની વાત કરતા 17 દિવસે હડતાલ સમેટાઈ છે. કેવોરી ઉદ્યોગો પુનઃ ધમધમતા થયા.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે એસોસીએશન સાથે એક સમાધાન કરી ને જે બાબત ને હાલ કરવાની વાત કરી હતી તે આજદિન સુધી પૂર્ણના કરતા ક્વોરી ઉદ્યોગ સ્વૈચ્છીક અચોકસ મુદત ની હડતાલ પર ઉતરી જતા હજારો મજદૂરો ની રોજગારી છીનવાઈ હતી જયારે આ ક્વોરી ઉદ્યોગોને પણ કરોડોનો ફટકો પાડવાની ગણતરી હોવા છતાં હડતાલ પાડી કેમકે માંગણી મહત્વની હતી.
છતાં 17 દિવસ હડતાલ ચાલી પરંતુ અંતે વાત સ્વીકારતા ચર્ચા ની સમજૂતીએ હડતાલ સમેટાઈ. ક્વોરીને લગતા વિવિધ 17 જેટલાં પ્રશ્નો છેલ્લાં 11 વર્ષથી ટલ્લે ચઢી રહ્યા છે, જેથી કવોરી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર આ પડતર પ્રશ્નોનુ નિરાકરણ જલ્દી લાવે એ જરૂરી બન્યું છે.17 દિવસ કામગીરી બંધ રહી રોજનું 400 તન થી વધુ નું ઉત્પાદન અટકી ગયું આમ અંદાજિત 1.70 કરોડનું નુકસાન થયું છે એટલું નુકસાન વેઠીને પણ ક્વોરી ઉદ્યોગ નાક સંચાલકો પોતાની માગણીઓ પર અડીખમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.