નર્મદામાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી આવી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સતત કાર્યશીલ રહી દારૂની પ્રવૃતિને નેસ્તો-નાબુદ કરવાની કામગીરી હાથ ધરી છે. નર્મદા જીલ્લો મોટાભાગે આદિવાસી જીલ્લો હોવાના કારણે પ્રજામાં જાગૃતિ લાવવા માટે તેમજ દારુના વ્યસનને ત્યજી દેવા માટેના સેમીનાર તેમજ હોર્ડીંગ્સ પણ લગાડવામાં આવેલ છે. દારૂની પ્રવૃતિ રોકવા માટે નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સને-2021ના વર્ષમાં (જુલાઇ માસ સુધીના) કુલ-1702 કેસો શોધી કાઢવામાં આવેલ હતા. જે પૈકી ઇંગ્લીશ દારૂના કુલ-117, દેશી દારૂના કુલ-1220 તેમજ ભઠ્ઠીના-31, તથા અન્યના કુલ-334 શોધી કાઢવામાં આવેલ છે.
સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
તેમજ ચાલુ વર્ષ 2022માં આજદિન સુધીના કુલ-1881 કેસો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાંથી ઇંગ્લીશ દારુના કુલ-146 દેશી દારુના કુલ-1139 તેમજ ભઠ્ઠીના-162, તથા અન્યના કુલ-434 શોધી કાઢવામાં આવેલ છે. પોલીસ ઉપર મુજબની સૂચનાઓ મુજબ દારુના વિવિધ અડ્ડાઓ પર રેડ પાડી રહી છે. અને બોર્ડર પર દારુની સપ્લાઈ રોકવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.