લોકશાહીનું મહાપર્વ:ઓછું મતદાન થાય છે તેવા ગામોમાં શેરી નાટક ભજવાયાં

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. - Divya Bhaskar
નર્મદા જિલ્લાના ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.
  • નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં

નર્મદા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટીતંત્ર તરફથી પ્રયાસો કરાય રહયાં છે. જે ગામોમાં મતદાન ઓછુ થાય છે ત્યાં મતદાનની ટકાવારી વધારવા માટે શેરી નાટકો સહિતના કાર્યક્રમો યોજાઇ રહયાં છે.નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તે હેતુસર લાછરસ, વડીયા, તિલકવાડા અને ગરૂડેશ્વરમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

નૈતિક મતદાન અંગે જનજાગૃતિ લક્ષી “જાગો મતદાર જાગો” શેરી નાટકો યોજાયા હતાં જેમાં જિલ્લા ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા સંબંધિત વિસ્તારના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ-તલાટી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો સહિત જે તે વિસ્તારના આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.અમદાવાદની એઇડ્સ જન એવમ વિકલાંગ સેવા સંસ્થાનના સંચાલક રાજુ જોશી સહિત તેમના નાટ્ય કલાવૃંદ તરફથી જાગો મતદાર જાગોની નાટ્ય કૃતિ રજૂ કરાઈ હતી, જેમાં EVM/VVPAT ની કાર્ય પદ્ધતિની જાણકારી સાથે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ હતું.

દેડીયાપાડા વિધાનસભામાં સમાવિષ્ટ દેડીયાપાડા મહાદેવ મંદિરના પટાંગણમાં તેમજ સેલંબા હાઈસ્કુલ ખાતે પણ નાટ્ય કૃતિના માધ્યમથી મતદાનમાં સૌ મતદારોને અચૂક ભાગ લેવા માટે નૈતિક મતદાનનું મહત્વ સમજાવાયું હતું. ગામલોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌ કોઇ અચૂક મતદાન માટે સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...