નર્મદા જિલ્લાના બારખાડી ગામે ખેતતલાવડી બનાવવાના મામલે વનવિભાગની ટીમ પર સ્થાનિકોએ પત્થર મારો કરતાં 2 બીટ ગાર્ડને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે ગરૂડેશ્વર પોલીસમાં ગુનો નોંધાયો હતો. નર્મદા જિલ્લાના બારખાડી ગામે એક ખેત તલાવડી બનાવવાની હતી. જે માટે ગોરા રેન્જની વન કર્મીઓની ટીમ બારખાડી પહોંચી હતી. જ્યા કેટલાક સ્થાનિક લોકો જંગલ જમીનનું ખેડાણ કરી રહયા હતા. જે અંગેની જાણ થતા ગોરા રેંજના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ઘરીયાની ટીમ ત્યાં પહોંચી હતી.
જમીન ખેડતા અટકાવવા જતા સ્થાનિકો રોષે ભરાયા અને વન કર્મીઓની ટીમ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં વન વિભાગના બીટગાર્ડ યતીશ તડવી, અને અંબાલાલ તડવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ કર્મીઓને તાત્કાલિક ગરૂડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. જંગલ જમીનને સ્થાનિક બારાખડી ગામના કેટલાક લોકો ખેડાણ કરતા હતા જેમણે વેન વિભાગની ટીમ ઉપર હુમલો કર્યો જે ઘટના ની જાણ થતા જ નાયબ વન સંરક્ષક પી.જે પંડ્યા,રાજ પટેલ, આરએફઓ વિરેન્દ્રસિંહ ઘરીયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ગઢવી , વી કે તડવી સ્થળ પર પહોંચી ગયા હતા.
અને જે સ્થળ ખેડાણ થતું હતું ત્યાં તાત્કાલિક ત્યાં વન વિભાગ દ્વારા ખેત તલાવડી બનાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વનવિભાગ પર હુમલો થતાં વન વિભાગ દ્વારા ગામના આઠ લોકો સામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા હુમલો કરવાના ગુન્હામાં બરખાડી ના હરાદ વાલજી વસાવા,કરણ ઝવેર વસાવા,અરવિંદ ઝવેર વસાવા, ગોપાલ ઝવેર વસાવા,કપિલાબેન કરણ વસાવા સામે સરકારી કામમા રૂકાવટ કરી વન વિભાગના સ્ટાફ પર હૂમલો કરવાના ગુન્હામાં નોંધવા માટે પોલીસ રાઉન્ડ ફોરેસ્ટ દ્વારા ગરૂડેસ્વર પોલીસ ના લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
જ્યારે પણ સ્થાનિકોને હટાવવા જઇએ ત્યારે વનકર્મીઓ પર હુમલા થાય છે
આદિવાસીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જંગલની જમીનો ખોદી ખેતી કરે છે પરંતુ સરકારના પ્રોજેક્ટો હેઠળ તેમની જમીનો સંપાદિત કરવામાં આવતી હોય છે. જયારે પણ જંગલની જમીનો બાબતે વનકર્મીઓ સ્થાનિકોને હટાવવા જાય ત્યારે ત્યારે હુમાલાઓ થયા છે. થોડા સમય પહેલા ડેડીયાપાડા ખાતે, હરિપુરાથી ઉપરના ગામોમાં હુમલાઓ થયાનો રેકોર્ડ છે આ વખતે પથ્થર મારામાં બે કર્મીઓ ઘાયલ થયા છે. -વિરેન્દ્રસિંહ ઘરિયા, આરએફઓ, ગોરા રેન્જ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.