કર્મચારીની પ્રામાણિકતાને સલામ:સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં કર્મયોગીઓએ પ્રવાસીનું ખોવાયેલ રોકડા અને સોનાની બુટ્ટી ભરેલ પર્સ પરત કર્યું

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે. અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે. પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલ પાકીટ ગાઇડ મિત્રોને મળી આવતા મુળ માલિકને પરત કરેલ હતુ. આ પ્રમાણે બસમાં પ્રવાસીનું ખોવાયેલ રોકડા અને સોનાની બુટ્ટી ભરેલ પર્સ પરત કર્યું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓફીસ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રિયાંક પટેલ મોડી સાંજે ગોરા ગામ સ્થિત પાર્કિંગ ખાતે પોતાની ફરજ પર હતા. તે વખતે મહારાષ્ટ્રના દંપતીએ આવીને સોનાની બુટ્ટી અને રોકડા રૂ. ૬,૭૪૦/- ભરેલ પર્સ એક બસમાં ભુલી ગયેલ છે અને તે બસનો નંબર પણ ખ્યાલ ન હતો. તેવી હકીકત જણાવતા સ્ટાફ દ્વારા ઉંડાણપુર્વકની તપાસ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ નંબર ૨૨નાં ડ્રાઇવર વિરેન્દ્રભાઇ તડવી અને હેલ્પર હરેન્દ્રભાઇ તડવીએ બસમાં શોધખોળ કરી હતી. પર્સ મળી આવતા તુરંત પ્રિયાંક પટેલનો સંપર્ક કરીને ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખાતરી કરીને દંપતીને પર્સ પરત કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...