ભાસ્કર વિશેષ:નર્મદામાં થતી કેળાની સફળ ખેતીનું કારણ જાણવા રાજ્યના કૃષિ મંત્રીએ લાછરસ ગામની મુલાકાત લીધી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 થી 40 કિલોની એક લૂમની રાસ જોઈ થયા પ્રભાવિત, ખેડૂતો સાથે કરી બેઠક

નર્મદા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે કેમકે અહીંયા કોઈ ઉદ્યોગો નથી એટલે લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી જ છે. જેમાં ખાસ કરી ને કેળાની ખેતી સૌથી વધુ છે અને નર્મદા સુગર ફેક્ટરી ને કારણે શેરડી અને કપાસ ની ખેતી પણ મુખ્ય બની છે. બાકી અન્ય માં તુવેર દિવેલા સિવાય શાકભાજી અને કઠોળ અનાજ લોકો ખાવા પૂરતું વાવણી કરે છે. નર્મદા જિલ્લાના કેળા વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે અને જેને કારણે કેળાની ઉંચી ગુણવત્તા વાળા કેળા મળી જાય છે. ત્યારે કેળાની ખેતી જોવા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નાંદોદ તાલુકાના લાછરસ ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઉંપ પ્રમુખ દિનેશ દેસાઈ, મહામંત્રી વિક્રમ તડવી, નિકુંજ પટેલ, દિવ્યેશ વસાવા સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. ગુજરાત રાજ્ય કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ લાછરસ ગામ અને ગામ આગેવાનો નો સંપર્ક કરી કેળની ખેતી માહીતી મેળવી હતી ને ખેડૂતોને જરૂરી વસ્તુઓની માંગણી કરવાની વાત કરી હતી ત્યારે ખાતર, પાણી માટે વીજળી સહીત ની રજૂઆતો કરતા જે સમશ્યા ઉકેલવાની વાત કરી હતી સાથે કેળાનો એક લૂમ માત્ર 12 થી 15 કીલી નો હોય જેની સામે આજે ખેડૂતો હવે 30 થી 40 કિલોની રાસ થાય એટલી લાંબી અને વજનદાર કેળાની લૂમ જોઈ આશ્ચર્યચકિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...