નર્મદા જિલ્લામાં હાલ જિલ્લા કલેક્ટર તરીકે મહિલા શ્વેતા તેવતિયા કાર્યરત છે. નર્મદાના છેવાડાના આંતરિયાળ ગામડાઓમાં મહિલાઓની તકલીફ માટે કાર્યરત 108 સેવામાં પણ મહિલાઓ કાર્યરત છે. નર્મદામાં મહિલા કલેક્ટરથી લઈ 108 એમ્બ્યુલન્સ સેવામાં અને અન્ય સેવાઓમાં પણ મહિલા કર્મચારીઓ સફળતાપૂર્વક નાગરિકોને સેવા આપી રહ્યા છે.
નર્મદામાં વિભિન્ન પડકારો આવે છે. જંગલો, આંતરિયાળ ગામડાઓ, આદિવાસી વિસ્તારો સાથે જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. પૂરની પરિસ્થિતિ પણ આવે છે. એવામાં મહિલાઓને પડતી સમસ્યાઓ દૂર કરવામાં મહિલા અધિકારીઓથી લઈ કર્મચારીઓ સતત કામ કરવા કટિબદ્ધ રહેતી હોય છે. જિલ્લામાં માતા મુત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો છે તેના માટે મહિલાઓનો સિંહફાળો રહ્યો છે. પ્રથમ કોલ પર આંતરિયાળ ગામડાઓમાં વિભાજિત જનજીવનને પ્રતિસાદ આપતી અને આકસ્મિક સંજોગોમાં મહિલાઓને 108 સેવા પ્રદાન કરતી રહે છે.
આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ભારતીય શાસ્ત્રોમાં પણ ‘નારીનો વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે’, ‘નારી તું નારાયણી’, ‘નારી તું ના હારી’ જેવાં કથનો દ્વારા મહિલાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. નર્મદામાં 2008થી આજ દીન સુધી 108 સેવા મહિલાઓને સગર્ભા અવસ્થામાં આશીર્વાદરૂપ નીવડી છે. અનેક વાર 108 સેવા દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.