• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Special Arrangements For Senior Voters Aged 80 To 100 Years In Rajpipla; Even A 91 year old Old Man Living In An Old age Home Will Cast His Undivided Vote

તમે પણ તમારો કિંમતી મત આપો!!:રાજપીપળામાં 80થી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારો માટે વિશેષ્ટ વ્યવસ્થા; વૃદ્ધાશ્રમમાં રહેતાં 91 વર્ષના માજી પણ તેમનો મત અચૂક આપશે

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ સંભળાઈ રહ્યાં છે. ત્યારે આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે ઠેર-ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ત્યારે આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા 80થી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર છે કે તેઓ પણ આ ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપશે.

વૃદ્ધ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કિંમતી મત આપશે
નર્મદા જિલ્લામાં આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નર્મદામાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોથી લઈને વયોવૃદ્ધ એટલે કે 80વર્ષ કે તેથી વધુ વયના સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ વૃદ્ધ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક જણાઈ રહ્યાં છે.

કોકિલાબેન કંચનભાઈ પંચોલી 91 વર્ષની ઉંમરે પણ મત આપશે
આવા જ એક વૃદ્ધ મતદાર ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા સ્થિત આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા કોકિલાબેન કંચનભાઈ પંચોલી 91 વર્ષની ઉંમરે પણ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં તેઓ અચૂક મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવશે. આ વૃદ્ધાશ્રમમાં 15 વર્ષથી રહેતા ગોલજી લલ્લુ તડવી અને 12 વર્ષથી રહેતા મગન ધોળા તડવી પણ ચૂંટણીમાં અવશ્ય મતદાનનો સંકલ્પ સાથે ઉત્સાહભેર જણાવી રહ્યાં છે. કે, આ તો આપણા સૌનો ઉત્સવ છે. લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ સહભાગી બની મતદાન કરીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બવનું જોઈએ.

વૃદ્ધ મતદારો માટે ખાસ મતદાન માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી
આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા 80થી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે ત્યારબાદ મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તો ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે, અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી કરવામાં આવશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવારો પણ હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે, તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...