સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે હોબાળો:સોમવારે SOU બંધ રખાય છે, પરંતુ 15મી ઓગસ્ટના કારણે આ સપ્તાહે મંગળવારે રજા રખાતા પ્રવાસીઓ અટવાતા હોબાળો મચાવ્યો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

15મી ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રખાયું હતું, તથા તેના અનુસંધાને 16 ઓગસ્ટના રોજ રજા રહેશે એમ જણાવેલ હતુંને સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવ્યું હતું. જેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ 16મી ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઉમટી પડ્યા હતા.

પરંતુ તેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવા ન દેવામાં આવતા આ તમામ પ્રવાસીઓ કેવડિયા એકતાનગર ના રસ્તા પરને વહીવટી સંકુલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ રાજ્ય બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવ્યા હતા પરંતુ તેઓ કેવડિયા એકતાનગર ખાતે આવી અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...