SOU(સ્ટેચ્યૂ ઓફ યુનિટિ) પર VVIPઓની વિઝીટને લઈને અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી સુરક્ષાને લઈને NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં છે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ સાઈટ–CHPH/RBPH તેમજ ડાઇક નં.1 એરોડ્રામથી ડાઇક નં.4, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયેલ છે. વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવતો હુકમ કર્યો છે. આ જાહેરનામાની અમલવારી 3 ઓગષ્ટ થી 1 ઓક્ટોબર સુધી કરવાની રહેશે.
કાયદાના ભંગ બદલ કાર્યવાહી થશે
અપવાદરુપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામાંમાથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ–188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.