લોકો ત્રાહિમામ:રાજપીપળાથી પોઇચા રોડની મંથરગતિએ ચાલતી કામગીરી

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 કીમીનો ફોરલેન રોડ બનાવવા 11 મહિનાથી કામ ચાલી રહયું છે

રાજપીપળા થી પોઇચા સુધીનો 14 કિમિ લાંબો ફોરલેન રસ્તો બની રહ્યો છે. છેલ્લા 11 મહિનાઓથી બનતા આ રોડની ધીમી કામગીરી ને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજપીપળાથી પોઇચાના રસ્તાની કામગીરી ધીમી ચાલતી હોવાથી ડભોઇ અને વડોદરા તરફ જતાં વાહનોને તિલકવાડા ફરીને જવું પડી રહયું છે. 14 કીમીના આ ફોરલેન રોડની વાત કરવામાં આવે તો ચિત્રાવાડીથી ભદામ સુધીના સેકશનમાં કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે.

રસ્તાની કામગીરી બાબતે સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગમાં ફરિયાદ કરી છે તેમજ રસ્તો બનાવતી એજન્સી સામે લોકોએ સવાલો ઉઠાવ્યાં છે. જો કે એજન્સી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ચિત્રાવાડીથી ભદામ વચ્ચે રોડમાં જતી જમીનોનું સંપાદન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. જેને કારણે આ બે ગામો વચ્ચે આવતા બે નાળા પણ બનાવવાના બાકી છે. ફોરેસ્ટ વિભાગ તરફથી વૃક્ષો કાપવાની કામગીરી હજી કરવામાં આવી નથી. આ માર્ગના નિર્માણમાં વળતરની ચુકવણી સહિતના અનેક પ્રશ્નો નડી રહયાં હોવાની વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...