નર્મદા જિલ્લા કલેકટર તરીકે શ્વેતા તેવતિયાએ ગુરૂવારના રોજ પદભાર સંભાળી લીધો છે. અગાઉ તેઓ અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતાં.2011માં તેઓ ભારતીય વહીવટી સનદી સેવાઓ માટે પસંદગી પામ્યાં હતાં અને આંધ્રપ્રદેશ કેડરમાંથી તેમની કારર્કિદીની શરૂઆત કરી હતી. 2018 માં ગુજરાત કેડરમાં તબદીલી સાથે સૌ પ્રથમ રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક કમિશ્નરતરીકે ત્યારબાદ 2019 થી 2021 દરમિયાન PGVCLના મેનેજીંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી અને છેલ્લે અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતાં.
તેમણે ઉત્તર પ્રદેશના મેરઠના વતની અને મુંબઇ યુનિવર્સીટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ ની ડિગ્રી મેળવી છે. તેમના પિતા નિવૃત લશ્કરી અધિકારી છે તથા તેમના પતિ ઉદિત અગ્રવાલ મહેસાણામાં કલેકટર છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખવાની સાથોસાથ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.