દર્દીઓએ સરપંચ પરિસદને કહ્યું:સિનિયર તબીબો OPDની જગ્યાએ ઇમરજન્સીમાં બેસી ગપ્પા મારે છે, તાલીમ લેતા ડોક્ટરો OPD સંભાળે છે

નર્મદા (રાજપીપળા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં રાજપીપલા સિવિલ હોસ્પિટલ નવા બિલ્ડીંગમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજપીપલાના લોકોને સિવિલ હોસ્પિટલ તરીકે નવું બિલ્ડીંગ મળ્યું. જ્યારે ઇસ્પેકસનમાં ડમી દર્દીઓ મુકવામાં આવ્યા જે બાબતે ઘણો હોબાળો થયો. ત્યારે સરપંચ પરિષદના સભ્યો સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે દર્દીઓને પૂછતાં અનેક ખુલાસા જોવા મળ્યા હતા.

તબીબો દાખલ દર્દીઓને નિદાન વ્યવસ્થિત કરે એ જરૂરી
દર્દીઓએ જણાવ્યું કે, સિનિયર તબીબો OPD સાચવવાની જગ્યાએ ઇમરજન્સીમાં બેસી ગપ્પા મારે છે. જ્યારે OPD તાલીમ મેળવતા ડોક્ટરો કે બહારથી સેવામાં આવતા તબીબો પરજ OPD ચાલી રહી છે. દર્દીઓની પણ ફરિયાદ જોવા મળી અને તબીબો દાખલ દર્દીઓને નિદાન વ્યવસ્થિત કરે એ જરૂરી છે એવી સરપંચ પરિસદે માંગ કરી છે.

તબીબો દાખલ દર્દીઓને નિદાન વ્યવસ્થિત કરે એ જરૂરી છે
આ બાબતે સરપંચ પરિસદના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. જેમાં જોયું તો ઇમરજન્સી વોડ સિવાય બીજી કોઈપણ જગ્યાએ ડોક્ટર જોવા મળ્યા નથી. એટલે રાજપીપળા સિવિલ હોસ્પિટલની જગ્યા બદલાઈ છે પણ સુવિધાઓ તો જે જૂની હોસ્પિટલમાં હતી. એની એ જ છે જેથી કરી વહેલી તકે ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને સીટી સ્કેન એમઆરઆઇ મશીન લેબોરેટરીના દરેક ટેસ્ટો અહીં ઉપલબ્ધ થાય તે જરૂરી છે.

દર્દીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર
બરોડા સુધી દર્દીઓને જવું ના પડે અને દરેકે દરેક સુવિધાઓ અહીંયા મળી રહે એ બાબતે ચર્ચા કરવામાં આવે. તેમજ આઇસીયુ રૂમમાં તેમજ અન્ય વોર્ડમાં ડોક્ટરો પૂરતા ન હોવાને કારણે દર્દીઓને હાલમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે જિલ્લા પ્રશાસનને તેમજ રાજ્ય સરકારને અમારી વિનંતી છે. બાકી બિલ્ડીંગ નવી હોય એને શું કરવી સુવિધા દર્દીઓને સારી મળવી જોઈએ એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...