વીપીએલ સીઝન-5ની શરૂઆત:વેલીયન્ટ પ્રીમિયર લીગમાં નર્મદામાંથી રાજપીપળાના વિશાલ પાઠકની પસંદગી

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા

નવેમ્બર મહિનામાં વેલીયન્ટ પ્રીમિયર લીગ સિઝન 5 રમાવા જઈ રહી છે. એક બાજુ ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બન્યો છે. તેની વચ્ચે વેલીયન્ટ પ્રીમિયર લીગ સિઝન 5ની પણ શરૂઆત થઈ રહી છે. વીપીએલની પહેલી સિઝનથી જ અમદાવાદના સલમાન પઠાણ અને છત્તીસગઢના ગાઝી સુજાઉદીન રમી રહ્યા છે. જ્યારે નર્મદાથી વિશાલ પાઠક કે જેઓ વેલીયન્ટ પ્રીમિયર લીગની સિઝન 2થી જોડાયાં હતા. જેઓ હવે સિઝન 2માં સુરત વોરિયર્સ, જ્યારે સિઝન 3 અને 4માં રાજપીપળા કિંગ્સ ટીમનો કેપ્ટન બનીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી અને સિઝન 5માં અમદાવાદ ફાઈટર તરફથી રમશે.

ગાઝિ સુજાઉદીન પણ અમદાવાદ ફાઈટર ટીમ તરફથી રમશે
વિશાલ પાઠકની સાથે છત્તીસગઢનો ગાઝિ સુજાઉદીન પણ અમદાવાદ ફાઈટર ટીમ તરફથી સિઝન 5માં રમવાનો છે. ગાઝિ સુજાઉદીનએ વેલીયન્ટ ક્લબનો સૌથી સિનિયર ખેલાડી છે. જેને વેલીયન્ટ ક્લબ તરફથી 33 ટી-20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેને 18.90ની ઔસતથી 624 રન બનાવ્યા છે. જેમાં સૌથી વધુ 56 બોલમાં 69 રન પણ બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં 49 વિકેટ પણ લીધી છે. જેમાં એક મેચમાં 17 રન આપી 4 વિકેટ પણ લીધી છે. ગાઝિએ વેલીયન્ટ ક્લબ તરફથી 3 વાર નેપાળ ખાતે ટી-20 સિરીઝ પણ રમી ચૂક્યો છે. છેલ્લાં 10 વર્ષથી વેલીયન્ટ ક્લબ તરફથી રમી રહ્યો છે. 2018માં વેલીયન્ટ માઇલસ્ટોનનો એવોર્ડ પણ ગાઝિ સુજાઉદીનને મળી ચૂક્યો છે .

અમદાવાદ ફાઈટર ટીમનો કેપ્ટન સલમાન પઠાણ
અમદાવાદનો સલમાન પઠાણ પણ સિઝન-5માં રમી રહ્યો છે. અમદાવાદ ફાઈટર તરફથી સલમાન પઠાણ ત્રીજીવાર કેપ્ટન તરીકે ફરજ બજાવશે. ગાઝિ સુજાઉદીન સાથે વેલીયન્ટની પહેલી સિઝનથી સલમાન પઠાણ રમી રહ્યો છે. જાન્યુઆરી 2022માં રમાયેલી ક્લબ ચેમ્પિયનશીપમાં વિશાલ પાઠકે હેટ્રિક ઝડપી હતી અને અમદાવાદ ખાતે રામાયેલી ક્લબ ચેમ્પિયનશીપમાં પણ તેણે હેટ્રીક વિકેટ લીધી હતી. આ વર્ષે આ ત્રણેય સિનિયર ખેલાડી અમદાવાદ ફાઈટર ટીમ તરફથી જ રમવાના છે.

અન્ય સમાચારો પણ છે...