• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Sarpanch Who Won From Phulsar Panchayat Three Times Suffered A Heart Attack Near Dediapada Circle; Death During Hospital Treatment

ગ્રામજનોમાં શોકનો માહોલ:ત્રણ વખતથી ફુલસર પંચાયતથી જીતનારા સરપંચને દેડીયાપાડા સર્કલ પાસે હાર્ટએટેક આવ્યો; હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફુલસર ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ રૂપસિંહ મીરા વસાવા જેઓ ફુલસર ગ્રામ પંચાયતમાં આવેલ ગામ - બેબાર તા- દેડીયાપાડા જીલ્લો- નર્મદા ના રહેવાસી હતા. તેઓ તારીખ ગઈકાલે બુધવારે ઓફિસના કામકાજ માટે દેડીયાપાડા ખાતે આવેલા હતા. તે સમયમાં દેડીયાપાડા સર્કલ પાસે ઓચિંતા જ સરપંચને એટેક આવતાં તેમને તાત્કાલિક દેડીયાપાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મેસેજ વાયુવેગે ફેલાતા આખા દેડીયાપાડા પંથકમાં અને ફુલસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં માતમ છવાઈ ગયો હતો.

ફુલસર પંચાયતના ગામોમાં શોકનો માહોલ છવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ગ્રુપ ગ્રામ પંચાયત ફુલસરના દરેક ગામોના લોકોના દિલમાં વસી ગયેલા અને લોકોના કામકાજમાં ખુબ જ ધ્યાન આપતા હતા. તેમજ સતત ત્રીજી વખતથી ફુલસર પંચાયતમાંથી જીતતા આવનારા સરપંચ પણ હતા. તેમના આ દુઃખદ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હતા અને ફુલસર પંચાયતના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...