સરદાર સરોવરનું સૌંદર્ય ખીલી ઊઠ્યું:ડેમની જળસપાટી 135.11મીટરે પહોંચી, ઓવરફ્લો થવામાં માત્ર 3 મીટર બાકી, કાંઠાનાં ગામોને સાવચેત કરાયાં

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરે, 23 દરવાજા ખોલાતાં અદભુત નજારો સર્જાયો

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે. જેના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. જેને નિહાળવા માટે સ્થળ પર સહેલાણીઓનાં ટોળાં ઉમટ્યાં હતાં.

23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું
હાલ નર્મદા ડેમમાંથી 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમના રેડિયલ 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. જો કે ઉપરવાસમાંથી પાણી આવતાં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ સવારે 11 કલાકે 15 દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે બપોરે 2 કલાકે 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

ડેમના ગેટ ખોલાતાં અદભૂત નજારો સર્જાયો, સપાટી 135.11 મીટર પર પહોંચી
ડેમના ગેટ ખોલાતાં અદભૂત નજારો સર્જાયો, સપાટી 135.11 મીટર પર પહોંચી

નર્મદા કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે 1 લાખ ક્યુસેક પાણી નર્મદાના ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે અને 49 હજાર જેટલું પાણી રિવરબેડ પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ થઈ નર્મદા નદીમાં 1 લાખ 30 હજારથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા છે.

23 ગેટ ખોલાતાં તેને નિહાળવા સહેલાણીઓનાં ટોળાં ઉમટ્યાં
23 ગેટ ખોલાતાં તેને નિહાળવા સહેલાણીઓનાં ટોળાં ઉમટ્યાં
23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું
23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું
અન્ય સમાચારો પણ છે...