નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો:સરદાર સરોવરની સપાટી 134.93 મીટરે પહોંચી, 3.95 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું, ભરૂચ સહિત અન્ય જિલ્લાઓને સાવચેત કરાયા

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરા સાગર ડેમના ગેટ ખોલી પાણી છોડાતાં નર્મદા બંધમાં પાણીની આવક મોટી માત્રામાં વધી શકે
  • MPના તવા ડેમના પણ દરવાજા ખોલાતાં 45 કલાકમાં પાણી નર્મદા ડેમમાં આવશે

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. જેને પગલે સરદાર સરોવર નર્મદા બંધના સવારે 11 કલાકે 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

3 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું
રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં કુલ જાવકરૂપે ( દરવાજા + પાવરહાઉસ) 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

નર્મદા બંધમાં પાણીની આવક મોટી માત્રામાં વધવાની શક્યતા
સવારે 8 કલાકે ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 3.50 મીટર ખોલી 4 લાખ 08 હજાર 800 ક્યુસેક પાણી છોડાતાં 32 કલાક પછી નર્મદા બંધમાં પાણીની આવક મોટી માત્રામાં વધી શકે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદાપુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.

Mpના નર્મદાપુરમનો તવા ડેમ ઓવરફ્લો થયો
સરદાર સરોવર ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી Mpના નર્મદાપુરમનો તવા ડેમ ઓવરફ્લો થયો હતો. તવા ડેમના 13 દરવાજા 16 ફૂટ ખોલાયા હતા અને તવા ડેમમાંથી 3 લાખ 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં 45 કલાકમાં પાણી નર્મદા ડેમમાં આવશે, જેથી નર્મદા ડેમની​​​​​​​ સપાટીમાં ધરખમ પાણીની આવક થશે, ત્યારે ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...